Samvaad (Gujarati) - બ્રહ્મર્ષિ પિતામહ પત્રીજીની સાથે સંવાદ - પ્રથમ by Brahmarshi Pitamaha Patriji
આ પુસ્તક તે બધા લોકો માટે છે જે ફક્ત ધ્યાન વિશે જ નહીં, પરંતુ ધ્યાનથી જીવન કેટલું મૂલ્યવાન બની શકે છે, એ જાણવા ઇચ્છે છે, તેમના માટે છે. આ પુસ્તક આપણા રોજિંદા જીવનને એક નવી દિશા બતાવે છે. આપણે બધા પોતાના જીવનની રચના જાતે કરીએ છીએ, પરંતુ તેને સાચા અર્થમાં જીવી નથી શકતા અને તેમાં ફસાઇને દુઃખી થયા કરીએ છીએ. પત્રીજીએ જીવનનો અનુભવ કરતાં લોકો માટે એક આદર્શ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આ પુસ્તકમાં તમને પોતાના અનેક પ્રશ્નોના ઉત્તર, જેને તમે ઘણાં સમયથી શોધી રહ્યાં છો તે અવશ્ય પ્રાપ્ત થશે. આપણને પ્રકાશમાર્ગ બતાવવાવાળું “ધ્યાન” કેવી રીતે આપણી દરેક સમસ્યાનું નિવારણ કરવાની શક્તિ રાખે છે. એ પત્રીજીએ અત્યંત સરળ અને સુંદર રૂપથી આપણને જણાવ્યું છે. વાંચતા-વાંચતા પત્રીજીની સાથે તમારો આ “સંવાદ” અત્યંત રોચક બની જશે અને તમે પોતાના જીવનને પરિવર્તિત કરવાનું સામર્થ્ય સરળતાથી પ્રાપ્ત કરી શકશો.